સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના, ઉધોગપતિ અને સમાજસેવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું મોરબી : મૂળ મોરબીના વતની અને હાલ વલસાડ નિવાસી યોગ શિક્ષિકાના બ્રેઇનડેડ બાદ તેમના કિડની, લીવર અને ચક્ષુદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે અને આ સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સાકાર થઈ છે.જેમાં ઉધોગપતિ અને સમાજસેવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આમ શિક્ષિકા મૃત્યુ બાદ પણ જીવિત રહેશે. મૂળ મોરબીના મહેન્દ્રનગરના વતની અને હાલ વલસાડમાં સેગવી ગામે આવેલ માણેકબાગમાં રહેતા 40 વર્ષીય રંજનબેન પ્રવીણભાઈ ચાવડા યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ગત તા.30 ના રોજ તેઓ સ્કૂટર ઉપર પોતાના બહેનના ઘરે જઈ રહ્યા હતા.ત્યારે વલસાડના ધરમપુર રોડ ઉપર એસટી વર્કશોપ સામે અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી રંજનબેને સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ બ્રેઇન હેમરેજ થતા અંતે ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. યોગ શિક્ષિકા બ્રેઇન ડેડ થયા બાદ ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલમાં પહોંચીને તેમને રંજનબેનના અંગોનું દાન કરવા સમજાવ્યા હતા. આથી પરિવારજનોની મંજરી મળતા રંજનબેનના લીવર, કિડની સહિતના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.જેમાં સુરતની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ લીવર તેમજ અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોકટરોએ કિડનીનું દાન સ્વીકાર્યું હતું.જ્યારે ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુબૅંકે સ્વીકાર્યું હતું. લીવરનું ઉધોગપતિ અને સમાજસેવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે એક કિડનીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રાજકોટની 40 વર્ષની મહિલામાં અને બીજી કિડનીનું વડોદરાની હોસ્પિટલમાં આણંદની 45 વર્ષની મહિલામાં સફળતાપૂર્વક આરોપણ કરવામાં આવ્યું હતું. આમ યોગ શિક્ષિકાના અંગોથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..