મોરબી અપડેટ: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું હોય ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ગઈકાલે 1 દરવાજો 4 ઇંચ ખોલાયેલો હતો. હવે પાણીની આવક ઘટતા આ દરવાજો ઘટાડીને 2 ઇંચ કરી દેવાયો છે. સવારે 08:00 વાગ્યાની સ્થિતિ મુજબ, મચ્છુ-3 ડેમનો 1 દરવાજો 2 ઈંચ ખોલવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં 156.00 ક્યુસેક પાણીની આવક (ઈનફ્લો) થઈ રહી છે અને તેની સામે 156.00 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં (આઉટફ્લો) આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના 13 અને માળિયા (મીં) તાલુકાના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામને એલર્ટ કરાયા છે. જ્યારે માળિયા (મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મીં), હરીપર અને ફતેપર ગામને તકેદારી રાખવા જણાવાયું છે.#MorbiUpdate #Machchhu3Dam #MorbiNews #Maliya #DamAlert #GujaratNews #Monsoon2026