વિદ્યાર્થીઓએ ભારતમાતા, દેવી-દેવતા, સંતો-મહંતો, ક્રાંતિકારીઓની વેશભૂષા ધારણ કરી મોરબી : મોરબી તાલુકાની બિલિયા શાળામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓએ ભારતમાતા,દેવી,દેવતા,સતી,સંતો,મહંતો ક્રાંતિકારી,દેશનેતાઓના વેશભૂષા ધારણ કર્યા હતા. મોરબીના બિલિયા પ્રાથમિક શાળામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશ ધારણ કર્યા હતા.ભારતને સ્વાધીનતા પ્રાપ્ત થઈ એને 75 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે સ્વતંત્ર ભારતમાં જન્મી,ઉછરી અને મોટી થયેલ પેઢી તેમજ નાના બાળકો સ્વતંત્ર સંગ્રામમાં જેમને અમૂલ્ય યોગદાન આપેલ છે. જેઓએ દેશ માટે વર્ષો સુધી જેલ ભોગવી હતી.અનેક યાતનાઓ ભોગવી હતી.ફાંસીના માંચડે લટકી પ્રાણની આહુતિ આપેલ હતી.એવા શહીદવીરો,ક્રાંતિકારીઓ,દેશનેતાઓની બલિદાનની ગાથાઓને જાણે સમજે એમના આદર્શો,મૂલ્યો જીવનમાં ઉતારે તેમજ ભવ્ય ભારતમાં અવતરણ પામેલા દેવી દેવતાઓ,સતીઓ,સંતો,મહંતોના જીવન કવનથી વાકેફ થાય.વિદ્યાર્થીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગ્રત થાય એ માટે શાળાના તમામ બાળકોએ દેશનેતાઓ,સાધુ,સંતો,દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.