મોરબી : મોરબીમાં જુના ઝગડાનો ખાર રાખી મારામારીનો બનાવ બન્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામા કાંઠે ત્રાજપર ચોકડી પાસે ઘુંટુ રોડ પર આવેલ મેલડી માતાના મંદિર પાસે જૂની અદાવતનો ખાર રાખી દશરથ ભુપતભાઇ કોળી (ઉ.વ. 28, રહે. માળીયા ફાટક પાસે, મોરબી) પર વાલજી શામજી કોળી, સંતોષ ઉર્ફે ટીટી શામજી કોળી તથા દુદાએ મારા બનેવીને કેમ માર્યો હતો? તેમ કહી તેને લાકડી વડે માર માર્યો હતો. આ બનાવમાં ભોગ બનનારે સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.