મોરબી : મોરબી શહેરમાં ચોમાસુ શરૂ થતાં જ વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઠેર ઠેર રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. રસ્તાનું સમારકામ કરવામાં સરકારી તંત્ર કામે લાગ્યું છે. ત્યારે એક નાગરિક તરીકેની ફરજના ભાગરૂપે એક 65 વર્ષના દાદાએ રસ્તા પરના ખાડા પૂરીને એક જાગૃત નાગરિકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી શહેરની અવની ચોકડી થી અંદર તરફના રસ્તે ખાડા પડી ગયા હોય એક 65 વર્ષની ઉંમરના દાદાએ તંત્રના કામની રાહ જોયા વિના રસ્તા પર માટી નાખીને આ ખાડાઓ પૂર્યા હતા અને અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વૃદ્ધની કામગીરીને ત્યાંના એક મહિલાએ મોરબી અપડેટ માટે પોતાના મોબાઈલમાં વિડિયો બનાવીને વૃદ્ધની કામગીરી બિરદાવી હતી.