મોરબી : ઉત્તર મધ્ય રેલ્વેના પ્રયાગરાજ વિભાગના સુબેદારગંજ રેલ્વે સ્ટેશન યાર્ડ રીમોડેલિંગ કામના સંદર્ભમાં નોન ઇન્ટરલોકીંગ કાર્યના કારણે ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.12 સપ્ટેમ્બર 2023ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. 16 સપ્ટેમ્બર 2023ના રોજ નાહરલગુનથી ચાલતી ટ્રેન નંબર 09526 નાહરલગુન -ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.ટ્રેનના સ્ટોપેજ, સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરી શકે છે www.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.