આવા વાહનોના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ અને અકસ્માત સર્જાય છેમોરબી : મોરબી જિલ્લાના નેશનલ હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતા મોટા વાહનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આવા વાહનો સામે આકરી કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.મોરબી જિલ્લામ વાકાનેરથી લઈ માળિયા મિયાણા સુધીના નેશનલ હાઇવે ઉપર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. છાસવારે અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે રોંગ સાઈડમાં આવતા વાહનોના કારણે પણ આવા બનાવો બને છે. આજે ઢુવા ચોકડી નજીક પુલ ઉપર એક ડમ્પર પણ આવી જ રીતે રોંગ સાઈડમાં આવતું હતું. જાગૃત વાહન ચાલકોએ આનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વધુમાં તેઓએ પોલીસ અને આરટીઓ ખાસ રોંગ સાઈડમાં આવતા વાહનો માટે ડ્રાઇવ યોજે તેવી માંગ ઉઠાવી છે.