વાંકાનેર વિશિપરા વિસ્તારમાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં સંયુક્ત પતિવારમાં રહેતી નવોઢાએ ચાર જ માસના લગ્નજીવનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશિપરા ડબલ ચાલી વિસ્તારમાં રહેતા રોશનબેન હમીદભાઇ મોવર ઉ.22 ના લગ્ન ગત તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ સમુહ લગ્નમા વાંકાનેરના હમીદભાઈ સાથે થયા તેઓ સંયુક્ત પરિવારમાં સાસુ સસરા સાથે રહેતા હતા. જે દરમિયાન ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના સસરા હબીબભાઇ સુલેમાનભાઇ મોવરે પોલીસ મથકે જાણ કરી હતી. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.