મોરબી : આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી હોય લગ્નના આયોજનો પણ રામમય બન્યા છે ત્યારે મોરબીમાં વડલોસા પરિવારમા ગઈકાલે લગ્ન સમારંભ યોજાયા બાદ આજે નવદંપતીએ ભગવાન શ્રી રામની રંગોળી બનાવી હતી.મોરબીમાં મહેશભાઈ વડસોલાના પુત્ર રાહુલના લગ્ન વિનોદભાઈ માકાસણાની પુત્રી જીકંલ સાથે યોજાયા હતા. આ લગ્નમાં વરરાજા રાહુલ અને વધુ જીંકલે લગ્નના બીજા જ દિવસે ભગવાન શ્રી રામની રંગોળી તૈયાર કરી લગ્ન પ્રસંગ બાદના સમયને રામમય બનાવી અનોખું વાતાવરણ સર્જાયું હતું.