મોરબી : વીજલાઈનના વળતર મુદે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેવું આજે જેતપર ખાતેના પારણા કાર્યક્રમમાં નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું. તેમણે આ પરિપત્રની ખામીઓ અને તેનાથી ખેડૂતોને થતા આર્થિક નુકસાન અંગે વિસ્તૃત આંકડાકીય માહિતી રજૂ કરી છે.કોર્ટમાં જવાનો અધિકાર છીનવી લેવાયોકંપનીઓ ખેડૂતોને વળતર ચૂકવતા પહેલા તેમની પાસેથી લેખિત બાંહેધરી લે છે. જો ખેડૂત આ બાંહેધરી પર સહી કરે, તો તે કલમ 16(3) હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવાનો પોતાનો કાયદાકીય અધિકાર ગુમાવે છે. નવા પરિપત્રના પરિશિષ્ટ અ અને બ માં એવો સુધારો થવો જોઈએ કે ખેડૂતો પોતાના વાંધા સાથે પણ વળતર સ્વીકારી શકે. 7/12 માં નામ બદલાય તો નુકસાનપરિપત્રમાં જમીન વેચાણ અંગે પણ મોટી ખામી છે. જો જમીનના મૂળ માલિકે થાંભલા કે તાર માટે એડવાન્સ પેમેન્ટ લીધું હોય અને ત્યારબાદ તે જમીન વેચી દે (7/12 માં નામ બદલાય), તો ટાવર ઊભો કરતી વખતે જમીન અને પાકનું નુકસાન નવા માલિકે ભોગવવું પડે છે, પરંતુ તેને વળતર મળતું નથી કારણ કે તે જૂના માલિકને અપાઈ ગયું હોય છે. પાક વળતરમાં અન્યાયસરકાર માત્ર એક વખત પાકનું વળતર આપે છે. જો કંપની ફાઉન્ડેશન, થાંભલા અને તાર નાખવાનું કામ ચોમાસુ, શિયાળો અને ઉનાળો એમ 3 અલગ-અલગ સિઝનમાં કરે, તો ખેડૂતનો પાક 3 વખત નિષ્ફળ જાય છે. જીરુ જેવા પાકની સિઝન 120 દિવસની (4 મહિનાની) હોય છે. જો કંપની 120 દિવસમાં જ બધું કામ પૂરું ન કરે તો ત્રણેય સિઝનનું વળતર ખેડૂતને મળવું જોઈએ.વળતરની ગણતરી અને કરોડોનો ફટકોનવા નિયમો મુજબ ટાવર 410 થી 856 ચોરસ મીટર જેટલી જગ્યા રોકે છે, જેમાં બજાર કિંમતના 200% વળતર આપવામાં આવે છે. પરંતુ કોરીડોર (તાર નીચે આવતી જમીન) માટે માત્ર 30% વળતર મળે છે.જેતપર ગામનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે જો બજાર કિંમત 30 લાખ રૂપિયા હોય:● 30 વીઘાના ખેતરમાં જો 6 વીઘાનો પટ્ટો જાય, તો વીઘે 9 લાખ લેખે 54 લાખ વળતર મળે, પરંતુ વાસ્તવિક નુકસાન 4.5 કરોડનું થાય છે.● 10 વીઘાના ખેતરમાં 1.5 કરોડનું નુકસાન થાય છે.● 20 વીઘાના ખેતરમાં 3 કરોડનું નુકસાન થાય છે.● 25 વર્ષ પછી જ્યારે આ જમીન વેચવાનો વારો આવે ત્યારે લાઈનના કારણે જમીનની કિંમત અડધી થઈ જાય છે અથવા કોઈ ખરીદતું નથી.ટાવર નીચે ખેતી થઈ શકતી ન હોવાથી, ત્યાં કાયદેસર જમીન સંપાદન કરી 400% વળતર આપવું જોઈએ.વેલ્યુએશન કમિટીની શંકાસ્પદ કામગીરીજમીનનું મૂલ્ય નક્કી કરવા માટે કલેક્ટર, કંપની અને ખેડૂત દ્વારા IBBI વેબસાઈટ પરથી 3 માન્ય વેલ્યુઅર નક્કી કરાય છે. આ વેલ્યુઅર બંધ કવરમાં કલેક્ટરને રિપોર્ટ આપે છે. કલેક્ટર તેમાંથી રેન્ડમલી 2 કવર ખોલે છે.● જો એકનો ભાવ 100 રૂપિયા અને બીજાનો 120 રૂપિયા હોય, એટલે કે બન્ને કવરમાં 20% કરતા ઓછો તફાવત હોય તેવા કિસ્સામાં બંનેની સરેરાશ 110 રૂપિયા નક્કી કરાય છે.● જો તફાવત 20% થી વધુ હોય (જેમ કે એકમાં 100 અને બીજામાં 150 રૂપિયા), તો નાના ભાવમાં (100 રૂપિયામાં) 10% ઉમેરી 110 રૂપિયા જ ફિક્સ કરી દેવામાં આવે છે.● જો ખેડૂત અસહમત થાય, તો ત્રીજું કવર ખોલાય છે અને સૌથી નાના 2 ભાવ લઈ તેની સરેરાશ કઢાય છે.આ પદ્ધતિ સ્પષ્ટપણે કંપનીઓ તરફી છે.#MorbiUpdate #NehulAmrutiya #GujaratFarmers #ElectricityTowerIssue #KisanAndolan #MorbiNews #Section16_3 #FarmerRights #LandCompensation