મોરબી : મોરબીમાં આવેલ વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પદ્માબેન કૂનપરાના ભત્રીજા ડો. જન્મેજય કૂનપરા (MD) અમદાવાદની S.V.P. હોસ્પિટલમાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી રહ્યા છે. તેઓ કોરોનાના વધતા કહેર વચ્ચે કોરોના વોર્ડમાં કાર્યરત રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ડો. જન્મેજયના પરિવારજનોને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેમના સ્વાસ્થ્ય સુખાકારી જળવાય રહે તેવી પ્રાર્થના કરેલ છે.