15 દિવસે લીલો ચારો નાખવો અને બીમાર ગૌમાતા-નંદીને સારવાર આપવી સહિતની સેવાMorbi: મોરબીના નાની વાવડીના નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા ગૌ સેવા ક્ષેત્રે અનન્ય કામગીરી કરવામાં આવી રહી છે.નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના સભ્યો દ્વારા દર 15 દિવસે રવિવારના રોજ ગૌ માતા અને ગૌવંશને લીલો ચારો ખવડાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આસપાસમાં ક્યાંય પણ ગૌમાતા કે નંદી બીમાર હોય તો તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.કોઈ ગૌ માતા કે ગૌ વંશ મૃત્યુ પામે તો તેના મૃતદેહને ભારતીય પરંપરા પ્રમાણે વિધિ કરીને સમાધિ આપવામાં આવી રહી છે. આમ ગૌવંશની અનન્ય સેવા નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ- નાની વાવડી દ્વારા કરવામાં આવી રહી છે અને અન્યોને પણ આવી કામગીરી કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ- નાની વાવડીની આ નિઃસ્વાર્થ સેવાને લોકો પણ બિરદાવી રહ્યા છે.