મોરબી : મોરબી જિલ્લાની નવાબેલા તાલુકા શાળાના શિક્ષક દંપતીનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. નવાબેલા તાલુકા શાળાના શિક્ષક દંપતિ વિનોદચંદ્ર પોપટ અને મધુબેન દક્ષિણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હૂંબલ, મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા, આમરણ સી.આર.સી. કો-ઓર્ડીનેટર રમેશભાઈ હૂંબલ, નવબેલા તાલુકા શાળાના પ્રતિનિધિ પીઠાભાઈ કુંભરવાડીયા, શૈક્ષણિક પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટિયા અને નવાબેલા ગામના સરપંચની હાજરીમાં વિદાયમાન શિક્ષક દંપતિનું હવે પછીનું શેષજીવન આરોગ્યમય અને દીર્ઘાયુવાળુ રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે વિનોદચંદ્ર પોપટ અને મધુબેન તરફથી તાલુકા શાળાની તમામ પેટા શાળાને યાદગીરી રૂપે દીવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવેલ હતી. અને તમામ પેટા શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને વિદાય સન્માન આપવામાં આવેલ હતું. નવાબેલા તાલુકા શાળાની તમામ પેટા શાળાના સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..