આજે તા. 11 જાન્યુઆરી - 'જય કિસાન, જય જવાન'નો નારો આપનારા, દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ* મોરબી : ભારત દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું આજની તારીખ 11 જાન્યુઆરીએ વર્ષ 1966માં ઉઝબેકિસ્તાનના તાશકંદમાં અવસાન થયુ હતું. પંડિત જવાહર લાલ નેહરુના મૃત્યુ બાદ 9 જૂન, 1964ના રોજ શાસ્ત્રી પ્રધાનમંત્રી બન્યા હતા. શાસ્ત્રીજીએ 'જય જવાન, જય કિસાન'નું સૂત્ર આપ્યુ હતું. તેઓ આશરે 18 મહિના સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા.છે. તેઓ તેમની ઈમાનદારી અને સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ 9 જૂન, 1964ના રોજ શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા હતા. તેમના નૈતૃત્વમાં ભારતે વર્ષ 1965માં પાકિસ્તાનને હરાવ્યુ હતું. ત્યારબાદ તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે તાશકંદ ગયા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયુ હતું.અત્યાર સુધી શાસ્ત્રીજીના મૃત્યુ અંગે રહસ્ય અકબંધ છે છે. 10 જાન્યુઆરી, 1966ના રોજ પાકિસ્તાન સાથે તાશકંદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યાના માંડ 12 કલાક બાદ 11 જાન્યુઆરીની વહેલી સવારે 1 વાગે 32 મિનિટે તેમનું મૃત્યુ થયુ હતું.એવુ કહેવામાં આવે છે કે શાસ્ત્રી મૃત્યુના અડધો કલાક અગાઉ તદ્દન સાજા હતા, પણ 15થી 20 મિનિટમાં તેમની તબીયત બગડી ગઈ. ત્યારબાદ ડોક્ટરોએ તેમને એટ્રા-મસ્કુલર ઈન્જેક્શન આપ્યા. આ ઈન્જેક્શન આપ્યાના થોડી મિનિટમાં તેમનું મૃત્યુ થઈ ગયું.શાસ્ત્રીજીના મૃત્યુ અંગે આશંકા એટલા માટે પણ છે દેશના વડાપ્રધાનના મૃત્યુ બાદ તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં ન આવ્યું. તેમની પત્ની લલિતા શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે શાસ્ત્રીજીને ઝેર આપવામાં આવ્યુ હતું. તેમના દિકરા સુનિલનું પણ એમ જ કહેવું હતું કે તેમના પિતાનું શરીર પીળુ પડી ગયુ હતું. શાસ્ત્રીજીનો મૃતદેહ દિલ્હી લાવવા માટે તાશકંદ એરપોર્ટ પર લઈ જતી વખતે માર્ગમાં સોવિયત સંઘ, ભારત અને પાકિસ્તાનના ઝંડા અડધી કાઠીએ ઝુકેલા હતા. શાસ્ત્રીને સોવિયતના પ્રધાનમંત્રી કોસિગિન અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કાંધ આપી હતી.