મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાવડી રોડ, વીસીપરા, નગરદરવાજા, મહેન્દ્રપરા, કમલા પાર્ક આ 5 વિસ્તારોમાં રોડના નાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેવો મહાપાલિકાએ દાવો કર્યો છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા 10 કામોની મંજુરી આપી શરૂ કરવામાં આવેલ હતા. જે પૈકી (૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં સી.સી.રોડનું કામ, (૨) રૂ.૫.૦૭ લાખના ખર્ચે વીસીપરા વિસ્તાર (સ્મશાન રોડથી કાનાભુવા વાડી સુધી વોર્ડ નં.-૨)માં સી.સી.રોડનું કામ, (૩) રૂ.૫.૦૪ લાખના ખર્ચે કમલા પાર્ક શેરી નં.-૨ (વોર્ડ નં.-૪)માં સી.સી.રોડનું કામ, (૪) રૂ.૫.૦૩ લાખના ખર્ચે નાસ્તા ગલી વિસ્તાર(નગર દરવાજા વોર્ડ નં.-૫)માં સી.સી.રોડનું કામ. (૫) રૂ.૫.૭૦ લાખના ખર્ચે મહેન્દ્રપરા વિસ્તાર(ઘાંચી શેરી વોર્ડ નં.-૬)માં સી.સી.રોડનું કામ આમ કુલ ૫ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે.