મોરબી : મોરબી મહાપાલિકાએ શહેરી વિકાસને વેગ આપવા અને નાગરિકોને ઝડપી, પારદર્શી સેવા પૂરી પાડવાના ભાગરૂપે, મહાપાલિકાએ ઝોનિંગ સર્ટિફિકેટ, ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અને ડેમોલિશન પરવાનગીઓ સહિતની તમામ ઇનવર્ડ અરજીઓનો સંતોષકારક નિકાલ કર્યો હોવાનો દાવો કર્યો છે.મહાપાલિકાએ યાદીમાં જણાવ્યું છે કે જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, ટાઉન પ્લાનિંગ વિભાગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ચુસ્ત પાલન કરીને એક વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ, નાગરિકોની સુરક્ષા માટે શહેરની તમામ હોસ્પિટલો અને શાળાઓની બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનની સ્થળ ચકાસણી (વિઝિટ) હાથ ધરવામાં આવી રહી છે. આનાથી સંબંધિત સંસ્થાઓ તમામ નિયમો અને સલામતીના ધોરણોનું યોગ્ય પાલન કરે છે કે કેમ તેની ખાતરી કરવામાં આવશે. મોરબી મહાપાલિકા દ્વારા આ રીતે વહીવટી સરળતા અને જાહેર સલામતીની ચકાસણી એમ બંને દિશામાં નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે.