મોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ દરમ્યાન મોરબી પાલીકા દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગત રોજથી એટલે કે તારીખ 10-8-2024ના રોજથી શહેરમાં ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાના જણાવ્યા અનુસાર, પાલિક દ્વારા પ્રથમ દિવસે ઉમિયા સર્કલ પાસેથી 11 જેટલા ઢોર પકડી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે મોરબીમાં રઝળતા ઢોરને કારણે રોડ ઉપર અકસ્માતો સર્જાઈ રહ્યા હતા. ત્યારે વહીવટદાર અને અધિક કલેકટર એસ.જે.ખાચરે આ મામલે ગંભીરતા દાખવી નગરપાલિકાના ચીફ ઓફિસર ડોબરીયાને સૂચના આપતા તેઓની ટીમે રોડ ઉપર રઝળતા ઢોરને પકડવાનું શરૂ કર્યું છે. આ અગાઉ પણ ત્રણ પશુપાલકોને રૂ. 16,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.