મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ઇ-સરકાર એપ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં કર્મચારીઓ આ એપ મારફત વધુ કામગીરી કરે તે માટે દર મહિને પ્રોત્સાહન રૂપે મોસ્ટ પ્રોડક્ટિવ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ મહિને સિવિલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના સિટી એન્જીનીયર હિતેન્દ્ર એ. આદ્રોજા, ટાઉન પ્લાનીંગ શાખાના શુભમકુમાર એચ. પટેલ અને રજીસ્ટ્રી શાખાના દિવ્યરાજસિંહ જે. જાડેજાને મોસ્ટ પ્રોડક્ટિવ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તેમ નાયબ કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.