4100 ચોરસ મીટરમા આકાર પામનાર નવા બિલ્ડીંગમાં પ્રજાજનો માટે વિશાળ પાર્કિંગ સહિતની સુવિધા હશે : કુદરતી હવા ઉજાશ માટે હેકઝાગોન આકારની ડિઝાઇન હશે, બગીચો પણ બનશેમોરબી : મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાના સવા વર્ષ બાદ મહાનગરપાલિકા માટે રૂ.55 કરોડના ખર્ચે નવી આધુનિક કચેરી નિર્માણ કરવા નક્કી કરાયું છે. અંદાજે 4100 સ્ક્વેર મીટરમાં નિર્માણ થનાર આધુનિક મુખ્ય કચેરીમાં પાર્કિંગ માટે વિશાળ વ્યવસ્થા રાખવાની સાથે મુલાકાતીઓ માટે પણ સુંદર વ્યવસ્થાનું આયોજન કરાયું છે. નવી કચેરી નિર્માણ કરવાની સાથે જુનો ટાઉન હોલ તોડી પાડી 460ની કેપેસિટી સાથેનું આધુનિક ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે.મોરબી નગરપાલિકા સમયમાં બનેલી જૂની કચેરી હાલ જર્જરિત બની હોય મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં વર્ષોથી અટકી પડેલી નવી કચેરીનું કામ શરૂ કરાવ્યું હતું. હાલમાં નવી કચેરી તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે જૂની જર્જરિત કચેરી અને ટાઉન હોલ તોડી પાડી અંદાજે 4100 સ્કવેર મીટર જગ્યામાં રૂ.55 કરોડના ખર્ચે કોર્પોરેશનની નવી આધુનિક મુખ્ય કચેરી નિર્માણ કરવા કમિશનર દ્વારા નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.કુદરતી હવા ઉજાસ માટે નવી કચેરી હેકઝાગોન આકાર એટલે કે, છષ્ઠકોણ આકારની ડિઝાઇનમાં ચાર માળની કચેરી બનાવવા આવશે. નવા બિલ્ડીંગમાં મોરબીના ભવિષ્યના વિકાસને ધ્યાને લઇ અંદાજે 305 ટુ વ્હીલર અને 174 ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. કચેરીના પહેલા માળે પદાધિકારીઓની ચેમ્બર, જનરલ બોર્ડ મિટિંગ હોલ તેમજ ઉપરના માળે વિવિધ શાખાઓની કચેરી, અધિકારીઓની ચેમ્બર્સ બનાવવામાં આવશે.100 કિલોવોટની સોલાર સિસ્ટમ સાથે ગ્રીનરી માટે બગીચોરૂ.55 કરોડના ખર્ચે મોરબી મહાનગર પાલિકાની કચેરીના નિર્માણમાં પર્યાવરણ અને ઉર્જા બચતનો મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યો છે. કચેરીનો હેકઝાગોન આકાર પૂર્ણ હવા ઉજાસ આપશે, સાથે જ પ્રવેશતા જ બગીચો ગ્રીન કવર પૂરું પાડશે તેમજ કચેરીની વીજ જરૂરત ધ્યાને લઇ 100 કેવી સોલાર સિસ્ટમ પણ ફિટ કરવામાં આવશે જેથી વીજળી બિલ શૂન્ય થઈ જશે.460 પ્રેક્ષકોની ક્ષમતા સાથેનું આધુનિક ઓડિટીરોયમ બનશેમોરબી શહેરમાં એક પણ ઓડિટોરિયમ ઉપલબ્ધ નથી ત્યારે મહાનગર પાલિકાની નવી કચેરી નિર્માણની સાથે જ કચેરીની બાજુમાં જ 460 પ્રેક્ષકની ક્ષમતા સાથેનું આધુનિક ઓડિટોરિયમ પણ નિર્માણ કરવા નક્કી કરાયું છે.બે વર્ષમાં કચેરીનું બાંધકામ પૂર્ણ કરવામાં આવશેમોરબી કોર્પોરેશનના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જૂની કચેરી હાલમાં નિર્માણ થયેલ નવી કચેરીમાં શિફ્ટ થયા બાદ બે મહિનામાં જ મુખ્ય કચેરીનું કામ શરૂ થશે અને અંદાજે બે વર્ષમાં કોર્પોરેશનની મુખ્ય કચેરી તેમજ ઓડિટોરિયમનું કામ પૂર્ણ થતાં મોરબીને નવી મહાપાલિકા કચેરીની ભેટ મળશે.