ઇલેક્ટ્રિક શાખાએ મહાપાલિકાની એપમાં મળેલી કુલ ૧૩૩૮ પૈકી ૧૧૦૦ ફરિયાદોનો નિકાલ કર્યો હોવાનો દાવોમોરબી : મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા પંચાસર રોડ પર સ્ટ્રીટ લાઇટ વિથ પોલનું કામ હાલમાં ચાલુ છે જે ગણતરીના દિવસો માં જ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ત્યાં ગાર્ડન શાખા દ્વારા ડિવાઈડરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. જેથી રાત્રીના સમયે વાહનચાલકોને સરળતા રહે.પંચાસર રોડ બાદ નાની વાવડી રોડ અને ધુનડા રોડ પર સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાનું કામ શરૂ કરવામાં આવશે. વધુમાં ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મહાપાલિકાની એપમાં તા.૩/૦૯/૨૦૨૫થી ૮/૧૦/૨૦૨૫ સુધીમાં મળેલી કુલ ૧૩૩૮ ફરિયાદો પૈકી ૧૧૦૦ ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.ગાર્ડન શાખા દ્વારા સરદારબાગને થોડા દિવસો પહેલા જ મોરબીની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યાં દિવસ તેમજ રાત્રિ દરમિયાન બહોળી સંખ્યામાં લોકોની અવર જવર જોવા મળે છે. મોરબી શહેર હદ વિસ્તારના બીજા મુખ્ય ગાર્ડન જેવા કે કેસર બાગ, શંકર આશ્રમ તેમજ સુરજબાગના ડેવલોપમેન્ટના કામ પણ ટૂંક સમયમાં જ ચાલુ કરી આપવામાં આવશે. જેને જાહેર જનતા માટે ફરવાલાયક સ્થળ તરીકે વિક્સવામાં આવશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.