મોરબી : મોરબીના વીસી ફાટક પાસે વડનું વૃક્ષ નમી ગયેલી હાલતમાં હતુ. આ વૃક્ષના મૂળ પણ અડધા બહાર નીકળી ગયા હતા. ભારે વરસાદ અને પવન વેળાએ આ વૃક્ષ ગમે ત્યારે પડી શકે તેવી શકયતા હોવાથી મહાનગરપાલિકાની ટીમે આ વૃક્ષને કાપીને તેને દૂર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મહાપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.