દુર્લભજીભાઈને મોરબી- માળિયાના ધારાસભ્ય બનાવી દીધા, કેસરીદેવસિંહને રાજ્યસભાની બદલે લોકસભાના સાંસદ બનાવી દીધામોરબી : મોરબી મહાપાલિકાએ આવતીકાલના લોકાર્પણ- ખાતમુહૂર્તના આમંત્રણ કાર્ડમાં બે મોટા છબરડા કરી નાખ્યા છે. જેમાં બે પદાધિકારીઓના હોદામાં ભૂલ કરી હોવાનું ધ્યાને આવ્યું છે. મહાપાલિકા દ્વારા કાલે મંગળવારે શનાળા રોડ ઉપર સરદારબાગ સામે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં સરદારબાગનું રી-ડેવપલોપમેન્ટ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથોસાથ રૂ.17.29 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે મોરબી મહાપાલિકાએ આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે. આ પત્રિકાના બે છબરડા થયા છે. જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને મોરબી-માળિયાના ધારાસભ્ય દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને લોકસભાના સાંસદ દર્શાવવામાં આવ્યા છે.