3 પશુ માલિકોએ રૂ.12 હજારનો દંડ ભરી દેતા તેમના પશુઓને છોડી દેવાયામોરબી : મોરબી મહાપાલિકાની ટિમો દ્વારા એક અઠવાડિયામાં રસ્તે રઝળતા 18 જેટલા પશુઓ પકડી ગૌશાળાઓમાં મુકવામાં આવ્યા છે. જો કે આ પૈકી 3 પશુ માલિકોએ રૂ.12 હજારનો દંડ ભરતા તેમના પશુઓ છોડવામાં આવ્યા છે.મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૨૩/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૧૮ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ, અંબિકા રોડ,સુભાષ રોડ, સોમનાથ સોસાયટી, કાયાજી પ્લોટ, નહેરુ ગેટ, મંગલ ભુવન ચોક, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક, એ ડીવીઝન સામે, કબીર ટેકરીનું નાલું જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ હતા. પકડેલ પશુ પૈકી ૩ પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રકમ રૂ. ૧૨૦૦૦/- વસુલ કરી પશુ છોડવામાં આવેલ હતા. તેમ ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.