ત્રણમાંથી બે કામદારોને પરત નોકરી પર લેવામાં આવતા આંદોલન સમેટાયુંહળવદ : હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા 86 જેટલા સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી પ્રતિક ધરણા પર પાલિકા સામે જ ઉતરી ગયા હતા. જોકે સફાઈ કામદારોના ધરણાનો આજે શનિવારે નવમા દિવસે અંત આવ્યો છે.હળવદ પાલિકા દ્વારા બે ડ્રાઇવર તેમજ એક વોર્ડ પ્યુનને નોકરીમાંથી છૂટા કરી દેતા આ ત્રણેયના સમર્થનમાં 86 જેટલા સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી પાલિકા સામે પ્રતિક ધરણા પર ઉતરી ગયા હતા.આજે નવમાં દિવસે હળવદ નગરપાલિકા દ્વારા બે ડ્રાઇવરોને નોકરી પર પરત લેતા પ્રતીક ધરણા પર ઉતરેલા સફાઈ કામદારોના આંદોલનનો અંત આવ્યો છે.