આ સફાઈ અભિયાનમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પણ જોડાશે મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે રવિવારે સવારે શહેરના સ્વચ્છતા રોડ ઉપર સફાઈ અભિયાન હાથ ધરાશે જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પણ જોડાશે અને સઘન સફાઈ કરીને વિસ્તારને સ્વચ્છ બનાવશે. મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન સમિતિની ટિમ છેલ્લા ઘણા સમયથી કમર કસી રહી છે.મારુ મોરબી, સ્વચ્છ મોરબીના સૂત્ર હેઠળ સ્વચ્છતા અભિયાન સમિતિ રીતસર ઝાડુ ઉઠાવીને સફાઈ કરીને મોરબીનો ફરી પેરિસની ઉપમા આપવા માટે સાર્થક પ્રયાસો કરી રહી છે.હાલ આ ટીમમાં તબીબો, ઉધોગપતિઓ, બાળકી તથા વૃદ્ધો સહિતના 150 થી વધુ પ્રબુદ્ધ નાગરિકો જોડાયેલા છે. દર રવિવારે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ છે.જેને લોકો તરફથી ભારે સહકાર મળી રહ્યો છે.આ ટીમના યોગદાનથી પ્રેરાઈને ઘણા લોકો સ્વૈચ્છીક રીતે જોડાઈ છે.ત્યારે આવતીકાલે તા.13ના રોજ રવિવારે સવારે 6-30 કલાકે સ્વચ્છતા રોડ ઉપર ટિમ દ્વારા સઘન સફાઈ કરવામાં આવશે.જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પણ જોડાશે. આ સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ લોકો જોડાયને સફાઈ અભિયાનને લોકજુવાળ બનાવી દેવાની હાકલ કરવામાં આવી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274