ANCD શાખા દ્વારા 2920 પશુઓનું RFID ટેગિંગ કરાયું: 306 પશુ માલિકોને અપાયા લાયસન્સમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વધુ 27 પશુઓને પકડવામાં આવ્યા છે. તેમજ મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આજદિન સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ થતાં કુલ 3792 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા પશુઓને ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલાયાશહેરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પરથી પકડાયેલા આ રખડતા ઢોરને મોરબી જિલ્લાની આજુબાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. આ સાથે જ મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી 600 થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.પશુ માલિકોને લાયસન્સ અને ડોગ રજીસ્ટ્રેશનની કામગીરી ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે 21 પશુ માલિકોના લાઇસન્સ રિન્યૂ કરવામાં આવ્યા છે. તદુપરાંત, 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ અપાઈ છે અને 2 પરમિટ રિન્યૂ કરાઈ છે. શહેરમાં 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 7 ડોગ લાઇસન્સ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પશુ માલિકો અને પેટડોગ માલિકોને નિયમોનુસાર પોતાના પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.2920 પશુઓનું કરાયું RFID ટેગિંગપશુઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં કુલ 2920 પશુઓનું RFID અને Tagging કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ પશુઓ પકડવાની તેમજ RFID અને ટેગિંગની કામગીરી યથાવત ચાલુ રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #StrayCattle #ANCD #PetRegistration #RFIDTagging #GujaratNews