માર્ચ એન્ડિંગના કારણે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા રજા જાહેર કરાઈ મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી 24 માર્ચથી 1 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. અને બીજી એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે તેમ કમિશન એજન્ટ એસોશિએશન દ્વારા જાહેર કરાયું છે. માર્ચ માસમાં હિસાબ કાર્યવાહીને લઈ મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.24 માર્ચથી 1 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. જેથી, ખેડૂતોએ પોતાની જણસી માર્કેટિંગ યાર્ડમાં ન લાવવા અનુરોધ કરાયો છે. આગામી 2 એપ્રિલથી યાર્ડ ફરી રાબેતા મુજબ શરૂ થશે. જેની સૌ ખેડૂત મિત્રો અને દલાલભાઈઓ તેમજ વેપારીઓએ નોંધ લેવા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જણાવાયું છે.