ખેડૂતોના અનાજની હરરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરાશે મોરબી : બિપરજોય વાવાઝોડાંને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં સરકાર દ્વારા માર્કેડીંગ યાર્ડ બંઘ કરવામાં આવ્યા હતા. ખેડૂતોના અનાજને નુકસાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલાં રૂપે માર્કેટિંગ યાર્ડમાં અનાજની આવક તેમજ હરરાજી બંધ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી વાવાઝોડું જતું રહ્યું અને હવે ત્રણ દિવસ પછી જનજીવન ફરી પોતાના રાબેતા મુજબ કાર્યમાં લાગી ગયું છે ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા તા. 19 ને સોમવારથી અનાજ વિભાગની હરરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેની દરેક વેપારી ભાઈઓ, જ. ક. એજન્ટ ભાઈઓ તથા ખેડૂત ભાઈઓએ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઈન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યું છે.