એસોશિએશન દ્વારા રૂબરૂ સાઈટ ઉપર માપ લેવા જવાનું પણ બંધ કરવા સર્વાનુમતે નિર્ણય મોરબી : મોરબી માર્બલ એન્ડ ગ્રેનાઈટ એસોશિએશન દ્વારા હવેથી નક્કી કરેલી ફિક્સ સાઈઝ મુજબ જ ભાવ લેવા નક્કી કરવાની સાથે એસોશિએશન દ્વારા રૂબરૂ સાઈટ ઉપર માપ લેવા જવાનું પણ બંધ કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. મોરબી મારબલ એન્ડ ગ્રેનાઈટ એશોશિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે રૂબરૂ સાઈટ પર કોઈપણ જાતનુ માપ લેવાનુ બંધ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ મારબલ તથા ગ્રેનાઈટનુ માપ 3,6,9,12 અને કોટાસ્ટોન 6,12,18 મુજબ નિશ્ચીત કરવામાં આવેલ છે. આ નવા નિયમો આગામી તા.01/09/2021 થી લાગુ કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..