અગ્નિશમન શાખા દ્વારા બિલ્ડીંગોમાં ફાયર સિસ્ટમનું ચેકિંગ કરી નોટિસો ફટકારાઈ મોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ગત 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરની 1 હોસ્પિટલના 27 સ્ટાફ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અપૂર્તતા ધરાવતા બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને જરૂરી સૂચનો તથા માર્ગદર્શિકા આપવામાં આવી હતી.ફાયર વિભાગમાં આવેલી 3 ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) ની અરજીઓને વધુ કાર્યવાહી અર્થે RFO કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. આ સપ્તાહ દરમિયાન ફાયરના જવાનોએ શહેરમાં નોંધાયેલા 2 ફાયર કોલ અને 2 રેસ્ક્યુ કોલના બનાવોમાં સ્થળ પર પહોંચી સત્વરે કામગીરી કરી હતી.મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા અને સાધનોના યોગ્ય ઉપયોગ અંગે જાગૃત કરવાનો વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કોઈપણ ઇમરજન્સી કે દુર્ઘટના સમયે મોટી આપદા નિવારવા અને જાન-માલનું રક્ષણ કરવા માટે નાગરિકોને તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના સંપર્ક નંબર (02822) 230050, 101 અથવા 112 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiFireDepartment #FireSafety #EmergencyRescue #MorbiMunicipalCorporation