મોરબી: આવતીકાલે તારીખ 25 ઓક્ટોબર ને મંગળવારના રોજ મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા શક્તિ પ્લોટ-2 ખાતે મોરબી કોંગ્રેસ પરિવારનું સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલન સમારોહમાં સ્નેહીજનો, મિત્રો સાથે પધારવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીલાલ પટેલે સૌ કાર્યકરો અને હોદ્દેદારોને આમંત્રણ પાઠવ્યું છે.