ઓક્સિજન મશીનો સીરામીક એસોસિયેશનને ભેટ અપાયા : કોઈ પણ સમાજના દર્દીઓને અપાશે મોરબી : મોરબી સિરામીક એસોસિયેશનની હાકલને ઝીલી દરેક ઉદ્યોગકારો આર્થિક, સામાજિક કે સેવાકીય રીતે કોરોના સામે લડવા સતત મોરબીવાસીઓને મદદ કરતા રહે છે. ત્યારે સિરામીકના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા મોરબી સિરામીક એસોસિયેશનને 8 ઓકસીજન કોન્સ્યુલેટર મશીન ભેટમાં આપવામાં આવ્યા છે. મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગકાર ધનજીભાઇ ગંગારામભાઇ કાસુન્દ્રા મૂળ રવાપર ગામના વતની છે. અને હાલ મોરબીની મારૂતિનગર સોસાયટીમાં રહે છે. તેઓએ પુત્ર કિશન કાસુન્દ્રા તેમજ પુત્રી બંસી કાસુન્દ્રાના હસ્તે 8 નંગ ઓકસીજન કોન્સ્યુલેટર મશીન નંગ મોરબી સિરામીક એસોસિયેશનને ડોનેટ કરેલ છે. આથી, મોરબી સિરામીક એસોસિયેશનએ તેમનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે આ મશીન મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાત-જાતના ભેદભાવ વિના કોઇપણ જ્ઞાતિના દર્દીઓ કે જેઓ ઘરે કોરોનાની સારવાર લેતા હોય તેમની પાસેથી ડીપોજીટ લઇને અથવા તો ઉદ્યોગકારની ગેરંટી સાથે પેશન્ટ ટુ પેશન્ટ વાપરવા માટે નિ:શુલ્ક આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓના પરિજનો મોરબી સિરામીક એસોસિયેશનનો મોબાઈલ નંબર 97275 70850 પર સંપર્ક કરી શકશે.