મોરબી : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પરિપત્રમાં જણાવ્યા અનુસાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગત તા. 8 નવેમ્બરનાં રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે કરેલ ઠરાવમાં સંદર્ભે ડિસેમ્બર-2020માં યોજાનાર બાર એસોસિયેશનની ચુંટણી હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ ત્રણ મહિના સુધી મુકુફ રાખેલ છે. અને હાલના હોદ્દેદારોમાં માત્ર પ્રમુખ 'કાર્યકારી પ્રમુખ' તરીકેની કામગિરી કરશે તેવું BCG તરફથી ઠરાવવામાં આવેલ છે.