રોજગારી માટે પોતાના ગામલોકો સાથે મોરબી આવેલ કિશોરી વિખૂટી પડી જતા અભયમ ટીમે સુરક્ષિત આશ્રય આપી પરિવારજનોનો સંપર્ક કર્યોમોરબી : મધ્યપ્રદેશથી પરિચિતો સાથે રોજગાર મેળવવા મોરબી આવેલ કિશોરી સાથીઓથી વિખૂટી પડી જતા ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવી મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક સાધી પરિવાર સાથે મિલન કરવવા કાર્યવાહી શરૂ કરી છે.ગઈકાલે મંગળવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં મોરબીના જાગૃત નાગરિકે અભયમ ટીમને કોલ કરી એક 13 વર્ષની કિશોરી ત્રાજપર ચોકડી પાસે ભૂલી પડેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ 181 ટીમને જાણ થતા 181ના કાઉન્સિલર વૈશાલીબેન તથા કોન્સ્ટેબલ ભારતી બેન અને પાયલોટ સાથે તાત્કાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.વધુમાં કિશોરીની ઉંમર 13 વર્ષની હોવાનું અને ખૂબ ગભરાયેલી કિશોરી રડતી હતી. કિશોરીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તે તેમના કાકાના મિત્ર સાથે 15 વ્યક્તિઓ એક મહિના પહેલા મોરબી કામ અર્થે આવેલ હતા સાથે જ કિશોરીના માતા- પિતા હયાત ન હોય કિશોરી તેમના કાકી સાથે રહેતી હતી. તેથી તેમના કાકી એ તેમને કામ માટે અહીં મોકલેલ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કિશોરીના ગામના વ્યક્તિઓનું કામ પૂર્ણ થતા તે લોકો મધ્યપ્રદેશ જવા માટે નીકળી ગયેલ હતા અને કિશોરી ઠેકેદાર સાથે હતી. ઠેકેદાર પણ તેમના ગામના હતા જેથી કાર્ય સ્થળ પર ઠેકેદાર બદલાતા કિશોરીને કંપની પરથી તેના ઘરે જવા માટે નીકળેલ હતી.વધુમાં કિશોરી મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના ગામની વતની હોવાનું અને હાલમાં મોરબીમાં જે કંપનીમાં કામ કરવા માટે આવેલ હતી તે કંપનીનું નામ યાદ ન હોવા ઉપરાંત તેમના કાકી - કાકાનો મોબાઈલ નંબર પણ ખ્યાલ ન હોવાથી કિશોરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ ત્યારબાદ કિશોરીએ જણાવેલ સરનામા મુજબ તેમના ગામની હદના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી સાથે કિશોરીને વાતચીત કરાવી કિશોરીનો ફોટો પણ વોટ્સએપ મારફતે થાણા અધિકારીને મોકલી કિશોરીના ઘરનો કોન્ટેક ન થાય ત્યાં સુધી કિશોરી ને આશ્રય અર્થે વિકાસ ગૃહમાં સુરક્ષિત સોંપી આપેલ છે.