15 વર્ષથી વ્યાજના વિષચક્રમા ફસાયેલા પરિવારે ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓને પકડી પાડયામોરબી : મોરબીના વ્યાજખોરીના એક બાદ એક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે છેલ્લા 15 વર્ષથી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા કંદોઈ પરિવારે પોતાની આપવીતી રેન્જ આઈજી સમક્ષ વર્ણવતા 3 એક્ટિવા અને એક સ્વીફ્ટ પડાવી લેનાર આઠ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે 3 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની પારેખ શેરી નજીક આવેલ ગૌરાંગ શેરીમાં રહેતા અને રસોઈનું કામ કરતા કંદોઈ વાણિયા ઉમંગભાઈ બીમલભાઇ મકવાણાએ અલગ અલગ સાત વ્યાજખોરો વિરુદ્ધ 8 ટકાથી લઈ 100 ટકા વ્યાજ ભર્યું હોવા છતાં વ્યાજખોરો ફરિયાદીને તેમજ તેમના નાનાભાઈ અને પિતાને જ્યાં મળે ત્યાં પૈસાની ઉઘરાણી કરી માર મારતા હોવાનું તેમજ ચેક રિટર્ન કરાવવા ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.વધુમાં ઉમંગભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદને આધારે સિટી એ ડિવિઝન પોલીસે આરોપી (૧) પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ (૨) તુફેલ અલીભાઇ ગલરીયા (૩) અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા (૪) હસન અલી બ્લોચ (૫) હીરાભાઇ દેવસીભાઇ રબારી (૬) જુબેર અલીભાઇ ગલરીયા (૭) ભાવીક વિમલભાઇ સેજપાલ અને (૮) ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા રહે.તમામ મોરબી વાળાઓ પાસેથી જુદા જુદા સમયે જુદી જુદી રકમ લઈ દૈનિક તેમજ મહિનાના 8 ટકાથી 100 ટકા વ્યાજ ચૂકવતા હતા જેમાં આરોપીઓએ ફરિયાદીના નામે 3 એક્ટિવા લઈ પડાવી લઈ તેમજ એક આરોપીએ સ્વીફ્ટ કાર લોન ઉપર લઈ પડાવી લઈ અત્યાર સુધી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગમે ત્યાં માર મારતા હોવાનું તેમજ જાનથી મારી નાખવા ધમકી આપી ચેક રિટર્ન કરવા પણ ધમકી આપતા રેન્જ આઈજી સમક્ષ ફરિયાદ બાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપી હીરા દેવશી રબારી, ભાવિક સેજપાલ તેમજ ઇન્દ્રજીતસિંહ ઝાલાને તત્કાળ પકડી પાડી કડક કાર્યવાહી કરી હતી.