મોરબી : અયોધ્યામાં ભગવાન શ્રીરામના આગમનની તૈયારી રૂપે મોરબીના મોડપર ગામને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરની આગામી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર મોરબીમાં આનંદ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીનુ મોડપર ગામ અવધ નગરીમાં ફેરવાયું છે. 22મી જાન્યુઆરીની તૈયારીના ભાગરૂપે ગામના તમામ મંદિરને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 2:30 કલાકે ભવ્ય શોભાયાત્રા, સાંજે 5:30 કલાકે સમૂહ ભોજન તથા રાત્રે 9:00 કલાકે લોક ડાયરાનું આયોજન કરાયું છે. આ ધર્મોત્સવમાં તમામ ભાવિક ભક્તજનોને જોડાવવા સમસ્ત મોડપર વતી આમંત્રણ અપાયું છે.