મોરબી : જાગા સ્વામિ મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા ગઈકાલે તારીખ -૧૦/૧૧/૨૦૧૯ના રોજ રવિવારે સાંજે ૪:૦૦ વાગ્યેથી ૮:૦૦ વાગ્યા સુધી ગોકુળ પાર્ટી પ્લોટ, વાવડી રોડ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાસગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબી મોચી સમાજના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વધે અને આગવી ઓળખ ઉભી કરે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજ બાળકો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ નાગર તથા નાથાભાઇ ઝાલા, કાંતિભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમાર એ ભારે જહેમત ઉઠાવી હતી.