મોરબી : મોરબીના ભડીયાદ કાંટે હરિઓમ સોસાયટીમાં રહેતા ધર્મેંદ્રભાઈ મનજીભાઈ બરાસરા ગત તા.1 ડિસેમ્બરના રોજ મોરબી શાકમાર્કેટમાં શાકભાજી લેવાં આવ્યા બાદ ખિસ્સામાથી અજાણ્યો તસ્કર રૂપિયા 15,245નો મોબાઈલ ફોન તફડાવી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઈ એફઆરઆઇ બાદ ગઈકાલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.