મયુરનગર ગામમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી પર 13 કરોડના ખર્ચે બ્રિજ મંજૂરહળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી પર અંદાજે 13 કરોડના ખર્ચે મેજર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. આ બ્રિજ મંજૂર કરવા બદલ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ આભાર વ્યક્ત કર્યો છે.