તમામ રાઇડ્સ ચાલકોએ 100 ટકા નિયમો પાળ્યા: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીમોરબી : સૌરાષ્ટ્રના સૌપ્રથમ જન્માષ્ટમીના મેળા એવા જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થયો છે. વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ જડેશ્વર મેળાને ખુલ્લો મુક્યો છેમહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ ચાલશે જેમાં સરકારના નીતિ નિયમો મુજબ રાઈડ અને સ્ટોલ ધારકોને ફાળવણી કરવામાં આવી છે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ કોઈપણ દુર્ઘટના ન સર્જાય અને લોકોને મેળામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસના બીજા સોમવારે વર્ષોથી ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. હાલ સરકાર દ્વારા જે મેળાને લઈને પ્રજાની સુરક્ષાને ધ્યાને રાખીને નિયમો ઘડવામાં આવ્યા છે અને આ નિયમો કોઈ અઘરા નથી. સરકાર દ્વારા બનાવવામાં આવેલી 13 લોકોની કમિટીએ મેળામાં તમામ જગ્યાએ સુપરવિઝન અને ચકાસણી કરીને પ્રજાને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. સાથે જ આયોજકોએ પણ તમામ નિયમો પાળીને આયોજન કર્યું છે. રાઇડ ચાલકોએ પણ 100 ટકા નિયમોનું પાલન કર્યું છે.સાથે જ પોલીસ દ્વારા પણ સમગ્ર મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મેળામાં કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખી છે.