મોરબી : મૂળ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી અને અમદાવાદમાં સ્થાયી થયેલા પદ્મશ્રી ડો.એચ.એલ.ત્રિવેદીના અવસાન બાદ તેઓએ જ્યા પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે વાંકાનેરની લુંણસર ગામની પ્રાથમિક શાળામાં બાળકોએ શોકસભા યોજીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે ડો.એચ.એલ.ત્રિવેદી કિડની સર્જન તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા. તેઓ વયમર્યાદાના કારણે નિવૃત થતાં અનેક ગરીબ પરિવારોની તબીબી ક્ષેત્રે મદદ પણ કરી હતી. ડો.એચ.એલ.ત્રિવેદી કિડની એક્સપર્ટ તરીકે ભારતભરમાં પ્રખ્યાત હતા. તેઓએ પોતાના તબીબી કરિયરમાં ૫૦૦૦ થી વધુ કિડનીના ઓપરેશન કર્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274