જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડૂતોને શિયાળુ પાક માટે વિશેષ કાળજી લેવા ભલામણ મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી થોડી રાહત મળવાની છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ તાપમાન 11 થી 13 ડિગ્રી સુધી રહેશે.મોરબી જિલ્લામાં આગામી તા. 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ન્યૂનતમ તાપમાન 11થી 13 ડીગ્રી રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 31થી 33 ડીગ્રી રહેશે. આ પાંચ દિવસ સુધી સુકું, ઠંડુ અને ચોખ્ખું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન બુલેટિનમાં લોકોને ઠંડીથી બચવા ઉનના ગરમ કપડા પહેરવા, હુંફાળું ગરમ પાણી અને ગરમ પીણું ચા-કોફી પીવા, માથું, નાક, કાન, ગળું, હાથ અને પગ વ્યવસ્થિત રીતે ગરમ કપડાથી ઢાંકવા તેમજક ઠંડીના કારણે શિયાળુ પાકોમાં હિમની અસર ના થાય તે માટે સાંજના સમયે હળવું પિયત આપવું અને પાક અવશેષ ઉપર પ્લાસ્ટિકનું આવરણ કરવા કાળજી લેવા જણાવવામાં આવ્યું છે.