હળવદ : હળવદના રાયસંગપુર ગામે ખેતીની પાઇપ લાઇન તૂટી જવા મામલે આધેડ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અને ખેતીકામ કરતા ધનજીભાઈ છગનભાઈ પરમાર ઉ.વ.53એ તેમનાજ ગામના મગનભાઈ કરશનભાઇ પરમાર, દેવજીભાઈ મગનભાઈ પરમાર, જગદીશભાઈ મગનભાઈ પરમાર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.25ના રોજ તેમનો પુત્ર ગામની સીમમાં આવેલ પાણીના ખાડામાં મશીન મૂકી ખેતીના ઉપયોગ માટે પાણી લેતો હોવાથી આરોપીઓને સારું નહીં લાગતા તથા ફરિયાદી પાઇપ લાઈનનું કામ કરતા હોય તે દરમ્યાન આરોપીની વાડીએ જતી પાઇપ લાઇન તૂટી જતા ઉશ્કેરાયેલા આરોપીઓ આધેડ તથા સાહેદને ધોકા પાઇપ અને પાવડાથી હુમલો કરીને જાનથી મારી નખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે આધેડની ફરિયાદ પરથી હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.