મોરબી : આવતીકાલે તારીખ 15 ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે અંજલી ઇવેન્ટ દ્વારા કરાઓકે સ્પર્ધાની મેગા ફાઈનલ યોજાશે. મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે આ કરાઓકે સ્પર્ધાની મેગા ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા સુનિલભાઈ પટેલ, રમેશભાઈ ભાદરા અને રામભાઈ મહેતા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.