મોરબી : આજરોજ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ધુળકોટ બ્રાન્ચના સહયોગથી નવરંગ નેચરલ ક્લબની મદદથી ધુળકોટ ગામના સભ્યો, બ્રાન્ચમાં આવતી મંડળીના પ્રમુખો અને મંત્રીઓ સાથે મીટીંગ કરી હતી. આ મીટીંગમાં સાયબર સાથી ચોપડીનું અને અલગ અલગ ઝાડ/છોડ/રોપાઓનું બ્રાન્ચના સ્ટાફના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું. આ મીટીંગમાં બધાને માઇક્રો એટીએમના ફાયદા, કમિશન અને માઇક્રો એટીએમ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા,સરળ કેશ ક્રેડિટ લોન વિશે અને બેંકની અલગ અલગ પ્રોડક્ટ વિશે સમજવામાં આવ્યું. આ મીટીંગમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.