વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને રસીકરણ માટે નવયુગ કોલેજના આંગણે યોજાયેલ બેઠકમાં મોરબીની તમામ કોલેજના ટ્રસ્ટી-સંચાલકો હાજર રહ્યા મોરબી : ગુજરાત સરકારના વેક્સિનેશન અભિયાનને વેગવંતુ બનાવવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં ભણતા સ્ટુડન્ટ્સ અને તેના પરીવારજનોને વેકસીનેશન કરવાના અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન નવયુગ કોલેજના આંગણે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિતિ રહ્યા હતા. અને સૌએ આગામી સમયમાં દરેક સ્ટુડન્ટને કઈ રીતે વેકસીન આપી શકાય અને સ્ટુડન્ટ કઇ રીતે સમાજમાં વેક્સીનેશન બાબતે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી શકે તે બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ સમાપન કરતા જણાવ્યું કે, આવનારા સમયમાં મોરબી જિલ્લાની તમામ કોલેજોના વેક્સીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સનું સફળતાપૂર્વક 100% વેક્સીનેશન થાય તે માટે બધી કોલેજો દ્રારા પુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે. અને કોઇ કોલેજને કોઇપણ પ્રકારની જરૂર હોય તો તે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્રારા પુરી પાડવાની તૈયારી પણ બતાવી હતી. આ મીટીંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફએ જહેમત ઉઠાવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..