મોરબી જિલ્લા કોગ્રેસના જય ભારત સત્યાગ્રહ સમેલનની તૈયારી કરવાના ભાગ રૂપે આજે મીટીંગ યોજાઈ હતી. જેમાં મોરબી નગરપાલિકાની ચૂંટણીલક્ષી કામગીરી પણ ચાલુ કરી લોકો સુધી કોગ્રેસ પક્ષની વિચારધારા પહોંચાડી કોગ્રેસ પક્ષને મજબૂત બનાવી પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી આંદોલન કરવાનુ નક્કી કર્યું હતું. આજે તારીખ ૨૩/૪/૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબીમાં જિલ્લા કક્ષાનુ જય ભારત સત્યાગ્રહ સંમેલન બોલાવવાના ભાગ રૂપે આગેવાનો, હોદેદારો તથા કાર્યકરોની અગત્યની મીટીંગ મળી હતી.જેમાં પ્રદેશ, જિલ્લા, શહેર, તાલુકા કોંગ્રેસના હોદેદારો, દરેક ફન્ટલ- સેલના હોદેદારો તેમજ જિલ્લા,તાલુકા, નગરપાલિકામાં ચૂંટણી લડેલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમની સાથે સંમેલન કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી દિવસો પ્રદેશ સમિતિ તરફ સંમેલન કરવા માટે તારીખ મેળવવાનુ નક્કી કરેલ અને ગ્રામ્ય વિસ્તારનો અને શહેરનો વોર્ડ વાઇસ પ્રવાસ કરી કોગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા તથા સંમેલનને સફળ બનાવવાના કાર્યમાં આજથી જ લાગી જવાનુ નક્કી કર્યું હતું. આવનાર દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાના સંજોગો છે ત્યારે મોરબી નગરપાલિકાની ચૂંટણીલક્ષી કામગીરી પણ ચાલુ કરી લોકો સુધી કોગ્રેસ પક્ષની વિચારધારા પહોંચાડી કોગ્રેસ પક્ષને મજબૂત બનાવી પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી આંદોલન કરવાનુ નક્કી કર્યું હતું. આજની મોરબી જિલ્લા કાર્યલય ખાતે મળેલ મીટીંગમાં બહોળી સખ્યામાં કાર્યકરો, હોદેદારો, આગેવાનોએ હાજરી આપી હતી. તેમ જિલ્લા કોગ્રેસ કાર્યાલયની યાદી જણાવે છે