ભારે વરસાદને પગલે મંદિર પરિસર અને આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા નીર, દુકાનો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ખોડીયાર માટેલ ધામ ખાતે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માટેલ ધામ ખાતે આવેલો 'માટેલીયો ધરો' ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકના કારણે છલકાઈ ગયો છે.માટેલીયો ધરો છલકાવાના કારણે આસપાસના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે અને સમગ્ર વિસ્તારના માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા છે. મંદિર પરિસરની આસપાસ આવેલી દુકાનો અને બજાર વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.#Wankaner #Matel #KhodiyarDham #MateliyoDharo #MorbiUpdate #MorbiRain #GujaratRain #HeavyRainfall #Monsoon2026 #MorbiNews