મોરબી : મોરબીની 30 વર્ષ જૂની સેલ્ફ ફાયનાન્સ શાળા ઓમશાંતિ વિદ્યાલય, મોરબીના મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા શાળાના કોમ્પુટર વિભાગના હેડ કર્મચારી ડાભી હંસરાજભાઈ ગણેશભાઈના પુત્ર ધ્રુમિલને BAMSમાં પ્રવેશ મળતા કોલેજની ફી માટે 1,00,000 રૂપિયાની સહાય કરી છે. હંસરજભાઇએ સંસ્થામાં 25 વર્ષથી આપેલી સેવાને બિરદાવી હતી. શાળાના ટ્રસ્ટીએ અગાઉ શાળાના આચાર્યના પુત્રને મેડિકલ પ્રવેશ વખતે 1,00,000 તથા શાળાના શિક્ષિકાના પતિના હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે 1,00,000ની સહાય કરેલી હતી. ઓમ શાંતિ પરિવાર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલનો આભાર માનવામાં આવ્યો છે.