વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજ રોડ ઉપરથી પાંચેક વર્ષ પહેલા રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરનાર આરોપી પંકજભાઈ રમેશભાઈ સિંચણાદા રહે.સો ઓરડી મોરબી નામના શખ્સને મોરબી એસઓજી ટીમે મોરબીના ન્યુ ફ્લોરા બંગલોઝ, ડી - માર્ટ સામેથી ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી છે.